‘’ હે મા સરસ્વતિ કરો ક્રુપા અતી અઘ્ન બાળક ને દે તુ નિમ્રળા મતિ. ,,
‘’જગત જનોની પર્ દુઃખભન્જ્નમ દીન દળાળુ માત,
આઘ્ના આપો વિઘ્ન કાપો સ્થાપો શીરે હાથ.,,
Gujarati Suvicharo | Gujarati SMS | ગુજરાતી સુવાકયો
Matr Sharir Kam Kartu Hoy – Ae Majuri 6e
Sharir Ane Dimag Kam KAre- Ae Karigari 6e
Sharir, Dimag Ane Dil Kary Kare – Ae Kala 6e.
Sharir Ane Dimag Kam KAre- Ae Karigari 6e
Sharir, Dimag Ane Dil Kary Kare – Ae Kala 6e.
Zindgi to ek minbati jevi 6,
Samay chahe tyare jalavi jay 6,
Chahe tyare bujavi jay 6,
Fakt rahi jay 6 yaado nu min,
Je ant sudhi yaad apavi jay 6
Samay chahe tyare jalavi jay 6,
Chahe tyare bujavi jay 6,
Fakt rahi jay 6 yaado nu min,
Je ant sudhi yaad apavi jay 6
Manushya ne bolvanu sikhva ma lagbhag 2 varas lage 6,
Pn su bolvu e sikhta akhi jindgi viti jay 6.
Pn su bolvu e sikhta akhi jindgi viti jay 6.
Jo koi puche k zindgi ma su malyu ne su gumavyu ?
To bindass ti k jo k j gumavyu te mari bhulo 6,
Ne j malyu 6 te ishwar no aashirwad 6.
To bindass ti k jo k j gumavyu te mari bhulo 6,
Ne j malyu 6 te ishwar no aashirwad 6.
Tamne koi na saga to ishwar banave 6,
Parantu..
Koi na vahala to tame pote j bani sako
Parantu..
Koi na vahala to tame pote j bani sako
Jivan ma darek vyakti k vastu ni sachi kimat fakt 2 sajogo ma smjay 6.
1. Tene pamya pahela
2. Tene gumavya pachi.
1. Tene pamya pahela
2. Tene gumavya pachi.
Je loko aapni saathe vaat karvanu bandh kare chhe,
Tej loko aapna vishe vaat karvanu sharu kare chhe.
Tej loko aapna vishe vaat karvanu sharu kare chhe.
सुप्रभात. आज का सुविचार "हर सुबह की शुरुआत प्रसन्न मन के साथ कीजिए. आपका पूरा दिन उत्साह और उर्जा से भरा रहेगा. - मुनि श्री चन्द्रप्रभ",
સંદી૫ મોદી
Thursday, 25 April 2013
ગૂજરાતી સાયરી
Posted by સંદી૫ મોદી at 04:10 No comments:
Posted by સંદી૫ મોદી at 03:53 No comments:
Thursday, 18 April 2013
સૌ ભણે અને આગળ્ વધે
તમારી દિકરી ભણી ગણી આગળ વધે
તમારા કુટુંબ નુ ભવિષ્ય ઉજવળ્ કરે
Posted by સંદી૫ મોદી at 00:40 No comments:
હવે તો વિદ્યાસહાયકોની ભરતી કરો: ટેટ પાસ ઉમેદવારોની ગાંધીનગરમાં રેલી
ટેટની પરીક્ષામાં ઉત્ર્તીણ થયેલા ઉમેદવારોને રાજ્યની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬થી ૮માં વિષયોના શિક્ષક તરીકે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં ન આવતાં બુધવારે સવારે ગાંધીનગરમાં ઘ-જીરોથી એક મૌન રેલી યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાના ઉમેદવારો મોટી સંખ્યામાં ઊમટી પડયાં હતાં. ઉચ્ચ પ્રાથમિક શાળાઓના ભાવિ શિક્ષકો રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપવા ગાંધીનગરમાં આવ્યાં હતાં. તેમણે આવેદનપત્રમાં જણાવ્યું છે કે બાળકોના પાયાના શિક્ષણ માટે તેમજ અમારી રોજગારીનો પ્રશ્ન હલ થાય તે માટે અને અમને આમારી લાયકાત પ્રમાણે યોગ્ય ફરજ બજાવવાની તક મળે તે હેતુથી રાજ્યની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં તાકીદે અમારી ભરતી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે
ટેટ પાસ ઉમેદવારોના જણાવ્યાનુસાર ગુજરાત રાજ્ય ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૬થી ધોરણ- ૮ના શિક્ષકોની ભરતી માટે ર્બોડ દ્વારા વર્ષ ૨૦૧૨ના જૂન જુલાઇમાં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી.જેનું પરિણામ જાહેર થયા બાદ થોડા સમયમાં ૧૩મી વિધાનસભાની ચૂંટણીને લઇને આચારસંહિતા જાહેર થતા ભરતી પ્રકિયા અટકી ગઇ હતી. જો કે ત્યાર બાદ ર્બોડ દ્વારા હજુ સુધી ભરતી પ્રક્રિયા હાથ ન ધરવામાં આવતાં ટેટ પાસ લાયક ઉમેદવારોમાં અસંતોષ ઉભો થયો છે.
ભરતી પ્રકિયા શરૂ કરવાને લઇને ઉમેદવારો દ્વારા ર્બોડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જે દરમિયાન કોઇ ઉમેદવારે વર્ષ ૨૦૧૨માં લેવાયેલી ટેટ પરીક્ષાને લઇને કોઇ કારણોસર ર્કોટમાં અરજી કરતાં ભરતી પ્રક્રિયા પર સ્ટે આવી ગયો હતો. જેના કારણે ર્બોડ પણ હાલ કોઇ નિર્ણય ન આવે ત્યાં સુધી ભરતી કરી શકતું નથી. આમ આ સમગ્ર પ્રક્રિયા ર્કોટ મેટર બની જતાં ભરતી ન થવાનાં વાકે લાયક ઉમેદવારોની ભરતીનો સમય લંબાઇ રહ્યો છે. આ તમામ બાબતને લઇને લાયક બેકાર ઉમેદવારો દ્વારા આ પ્રક્રિયાનો ઝડપી ઉકેલ લાવવાની માંગણી સાથે ગાંધીનગરમાં બુધવારે ઘ-૦ સર્કલથી ઘ-૩ સર્કલ સુધી રેલી રેલી કાઢવામાં આવી હતી. જેમાં આગામી શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા લાયક ઉમેદવારોની ભરતી કરી લેવાંની વિનંતી સાથે ઉમેદવારો દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ટેટ પાસ ઉમેદવારોના જણાવ્યાનુસાર ગુજરાત રાજ્ય ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૬થી ધોરણ- ૮ના શિક્ષકોની ભરતી માટે ર્બોડ દ્વારા વર્ષ ૨૦૧૨ના જૂન જુલાઇમાં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી.જેનું પરિણામ જાહેર થયા બાદ થોડા સમયમાં ૧૩મી વિધાનસભાની ચૂંટણીને લઇને આચારસંહિતા જાહેર થતા ભરતી પ્રકિયા અટકી ગઇ હતી. જો કે ત્યાર બાદ ર્બોડ દ્વારા હજુ સુધી ભરતી પ્રક્રિયા હાથ ન ધરવામાં આવતાં ટેટ પાસ લાયક ઉમેદવારોમાં અસંતોષ ઉભો થયો છે.
ભરતી પ્રકિયા શરૂ કરવાને લઇને ઉમેદવારો દ્વારા ર્બોડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જે દરમિયાન કોઇ ઉમેદવારે વર્ષ ૨૦૧૨માં લેવાયેલી ટેટ પરીક્ષાને લઇને કોઇ કારણોસર ર્કોટમાં અરજી કરતાં ભરતી પ્રક્રિયા પર સ્ટે આવી ગયો હતો. જેના કારણે ર્બોડ પણ હાલ કોઇ નિર્ણય ન આવે ત્યાં સુધી ભરતી કરી શકતું નથી. આમ આ સમગ્ર પ્રક્રિયા ર્કોટ મેટર બની જતાં ભરતી ન થવાનાં વાકે લાયક ઉમેદવારોની ભરતીનો સમય લંબાઇ રહ્યો છે. આ તમામ બાબતને લઇને લાયક બેકાર ઉમેદવારો દ્વારા આ પ્રક્રિયાનો ઝડપી ઉકેલ લાવવાની માંગણી સાથે ગાંધીનગરમાં બુધવારે ઘ-૦ સર્કલથી ઘ-૩ સર્કલ સુધી રેલી રેલી કાઢવામાં આવી હતી. જેમાં આગામી શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા લાયક ઉમેદવારોની ભરતી કરી લેવાંની વિનંતી સાથે ઉમેદવારો દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
Posted by સંદી૫ મોદી at 00:26 No comments:
Wednesday, 17 April 2013
વિચાર ભાગ્યનું બીજું નામ છે.
વિચારનો ચિરાગ બુઝાઈ જવાથી આચાર અંધ થઇ જાય છે.
જેની સાથે સુંદર વિચાર હોય છે, તે કદી પણ એકાંતમાં હોતો નથી.
સારા વિચાર રાખવા એ આંતરિક સુંદરતાની નિશાની છે.
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.
વિચારશૂન્યતા આજના જમાનાની મુખ્ય સાર્વજનિક આપત્તિ છે.
માનવ-ઈતિહાસ મુખ્યત્વે કરીને વિચારોનો ઈતિહાસ છે.
માનવી પોતાના મનમાં પોતાના વિષે જેવું વિચારે છે, એવો જ બની જાય છે.
જે મનુષ્યો ઓછું વિચારે છે તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે.
કોઈ ચીજ સારી અથવા ખરાબ નથી. વિચાર જ તેને સારી કે ખરાબ બનાવે છે.
સદવિચારોથી કોમળ કોઈ પણ ઓશીંકુ નથી.
એક સારો વિચાર અનેક ખોટા વિચારને દૂર કરી શકે છે .
શિક્ષણ્
અંતર્મુખતા જ સાચા શિક્ષણની શરૂઆત છે.
શિક્ષણ એટલે જન્મથી માંડીને મરણ સુધીના બધા વાતાવરણની અસરો, બધા પ્રકારની કેળવણી, બધી શિસ્ત અને બધી સંસ્કૃતિનો સરવાળો.
સાચું શિક્ષણ ફક્ત સત્યનું દર્શન જ કરાવતું નથી પરંતુ તેનો અમલ પણ કરાવે છે અને તે જ તેનું પૂર્ણ ધ્યેય છે.
સફળ શિક્ષણ સફળ જીવનનો પાયો છે.
શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે.
મૃત્યુ એટલે ચેતનાનો અંત; શિક્ષણ એટલે માનવીના ચૈતન્યનો આવિષ્કાર.
કેળવણી એટલે વ્યક્તિનો સમાજોપયોગી વિકાસ.
વિચાર કરવાની કળા એટલે ખરી કેળવણી.
કેળવણી પ્રાપ્ત કરવાના ત્રણ આધારસ્તંભો છે: વધારે નિરીક્ષણ કરવું, વધારે અનુભવ કરવો અને વધારે અભ્યાસ કરવો.
જીવનસંગ્રામમાં આવતી મુસીબતો સામે નીડરતાથી ટક્કર ઝીલતા શીખવે એ જ સાચી કેળવણી છે.
આત્મારૂપી જહાજનું લંગર કેળવણી છે અને સઢ ચારિત્ર્ય છે.
સંસારમાં જેટલી ઉપલબ્ધિઓ છે, તે બધામાં શિક્ષણ સૌથી મોટી ઉપલબ્ધિ છે.
યુવકોને એવું શિક્ષણ મળવું અત્યંત આવશ્યક છે કે જેથી તેઓ પોતાની સામે સર્વોત્તમ આદર્શ રાખે.
-શિક્ષણનો સર્વોચ્ચ ઉદ્દેશ જ્ઞાન નહીં પણ કર્મ છે.
સજજન
સજ્જન પુરુષની વાસ્તવિક પરિભાષા એ જ છે કે તે કદી કોઈ વ્યક્તિને પીડા આપતો નથી.
સૂર્ય જેમ ઘરઘરમાં પ્રકાશ ફેલાવે છે તેમ સજ્જન પુરુષ વિના કહ્યે બીજાઓની આશા પૂર્ણ કરી આપે છે.
વ્યવહારોની શુધ્ધતા અને બીજાઓ પ્રત્યે આદર આ જ સજ્જન મનુષ્યના બે મુખ્ય લક્ષણો છે.
માણસ જેમ જેમ સજ્જનની નિંદા કરે છે, તેમ તેમ તે પોતાને જ દુષિત કરે છે.
સંસારરૂપી કટુ વૃક્ષના અમૃત સમાન બે ફળ છે: એક તો પ્રિય વચન અને બીજું સજ્જનોની સોબત.
સજ્જનતા એ ઉત્કૃષ્ટ માનવતા માટેનો બીજો શબ્દ છે.
સત્ય અને ન્યાયનું સમર્થન એ મનુષ્યની સજ્જનતા અને સભ્યતાનું એક અંગ છે.
ચંદ્ર અને ચંદન કરતા પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતલ હોય છે.
સજ્જનોનો સ્વભાવ સૂપડા જેવો હોય છે તેથી તેઓ દોષ રૂપી કચરાને દુર કરી ગુણ રૂપી વસ્તુને ગ્રહણ કરે છે.
સજ્જનો બીજાઓ પ્રાપ્ત થતા દુ:ખો ભોગવીને રાજી થાય છે.
લોભ
લોભ એ પાપનું મૂળ છે એટલું જ નહિ પણ તે જાતે જ પાપરૂપ છે.
રાગદ્વેષથી લોભ જન્મે છે.
પાપ, અધર્મ અને કપટનું મૂળ લોભ જ છે.
મનુષ્ય વૃદ્ધ થાય છે પણ લોભ વૃદ્ધ થતો નથી.
ગરીબાઈ થોડીક વસ્તુઓ માંગે છે, વિલાસવૈભવ ઘણી વસ્તુઓ માંગે છે, પરંતુ લોભ તો બધું જ માંગે છે.
લોભીને કોઈ ગુરુ કે મિત્ર હોતા નથી.
સંસારમાં સર્વ સુખ પ્રાપ્ત થયા હોય તો પણ લોભી માણસને સંતોષ થતો નથી.
ક્રોધ પ્રીતિનો નાશ કરે છે,માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વ ગુણોનો નાશ કરે છે.
લાલચ એ એવી આગ છે, જે કદી શાંત થતી નથી. જેમ જેમ તેને સેવતા જઈએ, તેમ તેમ તે વધુ પ્રજ્વલિત થતી જાય છે.
ગુલામને તો એક જ માલિક હોય છે, પણ લાલ્ચુને તો પોતાને મદદરૂપ નીવડે એવા બધાની જ ગુલામી ઉઠાવવી પડે છે.
ઉદાર માનવી છેવટ સુધી આનંદપૂર્વક જિંદગી ગુજારે છે, જયારે કંજૂસ છેવટ સુધી દુ:ખમાં રહે છે.
પુસ્તક
સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.
સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી.
જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે
તે પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક નીવડે છે.
પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
પુસ્તકો સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દીવાદાંડી સમાન છે.
પુસ્તકોનું સંકલન જ આજના યુગનું વાસ્તવિક વિદ્યાલય છે.
જુના કપડા પહેરીને પણ નવા પુસ્તકો ખરીદવા જોઈએ.
વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.
પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે.
જે પુસ્તક બંધ જ રહે છે તે કાગળના ઢગલા જેવું છે.
સ્વાધ્યાય દ્વારા આત્મ વિકાસ કરવાનું મોટું સાધન પુસ્તક છે.
પુસ્તકો જાગ્રત દેવતાઓ છે, તેમની સેવા કરીને તાત્કાલિક વરદાન પ્રાપ્ત કરી શકાય છે.
તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે
માં
બાળકના અંત:કરણમાં ને અધર પર રમતા પ્રભુનું બીજું નામ 'માં' છે.
પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્ય થયું
એટલે તેણે 'માં' નું સર્જન કર્યું.
માની મમતાનું એક બિંદુ અમૃતના સમુદ્ર કરતા વધારે મીઠું હોય છે.
માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.
માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે.
માતા મનુષ્ય જીવનનું ગંગાજળ છે.
એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.
માતાના હાથનો સ્પર્શ તપસ્યા માટે જલધારા સમાન હોય છે.
માતાનો પ્રેમ માણસને માટે ખરેખર જીવનનો મોટામાં મોટો આશીર્વાદ છે.
સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે.
માતૃપ્રેમ ભાઈ-બહેનોને એક કરવા માટેની શક્તિ છે.
માતા પૃથ્વી પણ મહાન છે.
પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય.
માતૃત્વમાં જ નારીત્વની પૂર્ણતા છે.
માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે.
મન વાત્સલ્યમાં જગતભરનું રસાયણ ભરેલું છે અને તેની રસાયણિક પ્રક્રિયાથી માનવમાંત્રનું કલ્યાણ છે.
હૃદય
હૃદયની કોઈ ભાષા નથી હોતી, હૃદય હૃદયથી વાતચીત કરે છે.
હૃદય તલવારથી પણ વધારે શક્તિશાળી હોય છે.
જ્ઞાની પુરુષોનું હૃદય અરીસા જેવું હોય છે, જે કોઈ વસ્તુને દુષિત કાર્ય વગર
એ જ સ્વરૂપે રજુ કરી દે છે.
જીવનની મહત્વની ચીજો એકત્ર કરવાનું શ્રષ્ઠ સ્થાન માનવ હૃદય છે.
તેજસ્વી ભાવના હૃદયને પવિત્ર, ઉન્નત અને દૈવી બનાવવાનો એક ઉપાય માત્ર છે.
હૈયું બાળવું એ કરતા હાથ બાળવા સારા.
મનુષ્યના હૃદયમાં દેવત્વ તો ક્યારેક જ જાગે છે, જયારે પશુત્વ કાયમ જાગેલું જ હોય છે.
માનવીના હૃદય કરતા મોટું કોઈ નથી.માનવીનું હૃદય જ બધા તીર્થોનું સ્થાન છે.
આપણું હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યારે સકળ સૃષ્ટી સુંદરતાથી છવાઈ જાય છે.
કોમળતા હૃદયનો ધર્મ છે અને દુર્બળતા દેહનો ધર્મ છે.
કાયાને વજ્રથી પણ વધુ મજબુત બનાવો.અને હૃદયને પુષ્પથી પણ કોમળ બનાવો.
બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય,
પરંતુ જેને પોતાની જાતને જીતી લીધી છે તેના જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.
Posted by સંદી૫ મોદી at 02:21 No comments:
પોતપોતાના કાર્યો સારી પેઠે બજાવવાથી માણસ સિદ્ધિ મેળવી શકે છે.
મનુષ્યની સૌથી મોટી સંપત્તિ છે_ સહાનુભૂતિપૂર્ણ પત્ની !
કોઈપણ ત્યાગ બદલાની ભાવનાથી ન કરવો જોઈએ, જ્યાં સ્વાર્થ કે લેવાની વૃત્તિ છે, તેવો માણસ ઉન્નત નહિ થઇ શકે.
સાચું સુખ બહારથી નહિ પણ હૃદયમાંથી મળે છે.
દિલથી કોક જણે તો અંતે કરવી ભલાઈ, તું કરશે તોય નથી કરતો ઉપકાર નવાઈ.
કેટલી આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા.
શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે.
શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે.
કામ કરનાર કદર કરનારની રાહ જોતો નથી.
આ જગત દુર્જનની અધમતા કરતા સવિશેષ સજ્જનની નિષ્ઠુરતાથી પીડિત છે.
મનુષ્યે ધર્મ બજાવવા માટે હૃદય, મન અને બુદ્ધિનો સદુપયોગ કરવો જોઈએ.
ઘીરુભાઇ અંબાણીના સુવાકયો
મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી
આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ, આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે
આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ
નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી
જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો
દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે
તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો
યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે
સબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે
સમયસર નહિ, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું
ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે
લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોચી શકાય
કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ
તક એ કોઈ નસીબની વાત નથી, તકો તો આપણી આજુબાજુ જ છે, ઘણા લોકો તેનો લાભ લે છે તો ઘણા તેને છોડી દે છે
દુનિયામાં બનતી બધી જ ઘટનાઓ યાદ રાખવા જેવી કોઈ મુર્ખામી નથી. ભુલવું એ પણ કળા છે.
ભુલવા જેવી ઘટનાઓને ભુલતા શીખો ને જીવનમાં ઉતારવા જેવા પ્રસંગોને હૃદયમાં સંઘરતાં શીખો.
પ્રવૃત્તિની કિંમત તે નાની કે મોટી છે તે પરથી અંકાતી નથી. નાનામાં નાનું કાર્ય કેટલી યોગ્ય બુદ્ધિથી થયું તેના પર જ તેની આંકણી થાય છે.
મારાપણામાં મમત્વ છે. તે જ માણસને પાડે છે. જગતના બધા કલહોના મૂળમાં મારાપણાનો મોહ છે. જેણે મમત્વ જીત્યું તેણે જગ જીત્યું. જગતની કોઈ ચીજ નથી મારી કે તારી. આટલું સમજાય તો જગત બદલાઈ જાય.
ઉપરથી ઈશ્વરની અપાર દયા વરસી રહી છે. એ કૃપાની જો મુઠી વાળી દઈશું તો ઉપરવાળો પણ મુઠી વાળી દેશે. વરસતી કૃપાનો હથેળીને સ્પર્શ થાય ન થાય ત્યાં જ એને વહાવી દો. જેમ વહેંચતા જઈશું તેમ વધારે ને વધારે કૃપા વરસતી જશે.
પોતે ખરેખર જેટલા સારા હોય તેટલા દેખાવાની હિંમત બહુ થોડા લોકોમાં જ હોય છે.
ઓછો બોલવાનો સ્વભાવ સારો છે, પરંતુ જાણીબૂઝીને કશું જ નહિ બોલો તો તમારા વિશે અનેક પ્રકારની ગેરસમજ પ્રેરાશે.
મોટાભાગના લોકો બીજા પર પોતાના દોષનો ટોપલો ઢોળી પોતાને નિર્દોષ સાબિત કરવા ટેવાયેલા હોય છે.
કોઈના વખાણ કરી ના શકતા હો તો કશો વાંધો નહિ, બીજાનાં વખાણ સાંભળી શકો તો યે ઘણું છે.
જેવી જેની વૃત્તિ તેવો તેને માટે રસ્તો અને જેવો સવાલ તેવો તેને જવાબ.
મિત્રોની ટીકા ખાનગીમાં કરો, જાહેરમાં તેની પ્રશંસા કરો.
જેવી સમજ તેવો માણસ, જેવો માણસ તેવો સમાજ. સાચી સમજ એ જ છે સાચું જીવન.
મકાન મનુષ્યના હાથ વડે બંધાય છે, પણ ઘર મનુષ્યના હૃદય વડે બંધાય છે.
જે માણસ ખરેખર જાણે છે, તે બૂમો પાડતો નથી.
જે ચીજની જરૂર ન હોય તે કરોડોની હોય તો પણ કોડીની બની જાય છે. જરૂર પડતાં ધૂળ પણ કિંમતી બની જાય છે.
વેઠથી માણસ થાકે છે. કામના કલાકો ઘટાડવા એ ઉપાય નથી. કામનું કળામાં, સૌંદર્ય સર્જનમાં રૂપાંતર થતાં કામ આનંદ બની જાય છે.
જે કામ તમે જાતે કરી શકો તે બીજાને સોંપો નહિ.
સગો જેમ નજીકનો તેમ વિશેષ ભયરૂપ.
કોઈ ગુલામીથી કમજોર બનતું નથી, પણ જે કમજોર હોય છે તે ગુલામ બને છે.
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.
જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.
સ્વધર્મને શોધવા જવો પડતો નથી. જે કાર્ય સામે આવીને ઉભું રહે તેને પ્રેમભાવે કરો. ફૂલ છોડને પાણી પાવું શું ચેતનાને અભિષેક નથી ?
મહાન કાર્યોની સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે.
સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પણ સાધનસામગ્રી કરતા તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.
અનુભવથી આપણે સમજાય છે કે શું કરવું અને શું ન કરવું અને આત્મવિશ્વાસ આપને તે કામ કરવાની તાકાત આપે છે.
આત્મવિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે.
જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો બીજા લોકો પણ આપોઆપ તમારા પર વિશ્વાસ રાખશે.
જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.
મોટા લોકોની પ્રશંસાથી આપણો આત્મવિશ્વાસ વધુ દૃઢ થાય છે.
આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા.
પોતાના પર અસીમ વિશ્વાસ સ્થાપિત કરવો અને એકલા બેસીને અંત:કરણનો અવાજ સાંભળવો તે વીરપુરુષનું કામ છે.
જેને પોતાની પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે.
પોતાનું કેન્દ્ર બહાર ન રાખો તે તમારું પતન કરશે. પોતાનામાં પૂર્ણ વિશ્વાસ રાખો અને પોતાના કેન્દ્ર પરથી કામ કરતા રહો, કોઈ વસ્તુ તમને હેરાન કરશે નહીં.
જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે, તેને પછી કશું ગુમાવવાનું રહેતું નથી.
જો આપનામાં આત્મવિશ્વાસ નથી તો આપ જીવનમાં હંમેશા અસફળ જ રહેશો પણ જો આપનામાં આત્મવિશ્વાસ હશે તો કામને શરુ કર્યા પહેલા જ આપ સફળ હશો.
ઘણી વાર વ્યક્તિના અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે.
પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.
ગુજરાતી સુવાકયો
જ્ઞાની બીજાની ભૂલ જોઈ પોતાની ભૂલો સુધારે છે.
શ્રદ્ધા બુદ્ધિથી પણ પર હોય છે.
વિદ્યા એ પુરુષની અનુપમ કીર્તિ છે.
સદવિચારોથી કોમળ કોઈ ઓશીકું નથી.
ત્યાગથી નિરંતર શાંતિ મળે છે.
આજે તમે જે કરી શકો તેમ હો તે આવતી કાલ પર કદીયે મુલતવી રાખશો નહીં.
તમે ગમે તે ભાષા બોલશો, પણ તમે જેવા હશો તેવા જ શબ્દો તમારા મોઢામાંથી બહાર આવશે.
કુરૂપ મન કરતા કુરૂપ ચહેરો સારો.
દુષ્ટ સ્ત્રી, કપટી મિત્ર, સામું બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે એમાં શંકા નથી.
ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ.
પુસ્તક ખિસ્સામાં રાખેલો બગીચો છે.
પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગની તરફ જવાનું એક આગવું સોપાન છે.
સજ્જનો બીજા ઉપર ઉપકાર ખૂબ જ વિનમ્રતાથી કરે છે અને તેવા વખતે એવું લાગે છે કે તેઓ ઉપકાર મેળવી રહ્યા છે, પણ વાસ્તવમાં તેઓ ઉપકાર કરી રહ્યા હોય છે.
તમે ગમે તેટલા પુસ્તકો વાંચશો, પણ જો તમારું જીવન પુસ્તક નહિ વાંચો તો તેનો કોઈ જ અર્થ નથી.
મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે.
એ રીતે કામ કરો કે તમારા કામના સિદ્ધાંત આખા જગત માટે નિયમ બનાવી દેવામાં આવે.
સૌંદર્યનો આદર્શ સાદાઈ અને શાંતિ છે.
જવાબદારી સ્વીકારવાની ક્ષમતા એ માનવીની પ્રતિભાનો માપદંડ છે.
આજે ભણવાનું સૌ કોઈ જાણે છે પણ શું ભણવું જોઈએ તે કોઈ જાણતું નથી.
જે બીજાને આશરે રહેશે કોઈને કોઈ રીતે અપમાન થશે જ.
ઓળખાણ બધાની સાથે રાખી શકાય, પણ દોસ્તી તો થોડાકની સાથે જ થાય.
લોકપ્રિયતા એ છે જે માનવીના અવસાન પછી પણ એને જીવતો રાખે છે.
તમે તમારા દેશને ચાહો, પણ પૂજા તો સત્યની કરો.
તમે ન બોલો, તમારા કામને બોલવા દો.
માફી આપવી એ ઘણું સારું છે પણ ભૂલી જવું એ તો એના કરતાય વધુ સારું છે.
સાવધાન રહેવાથી દુર્ભાગ્ય ચાલ્યું જાય છે.
Posted by સંદી૫ મોદી at 01:58 No comments:
સૂંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
ગોળના પાણીમાં સૂંઠ ઘસી થોડી થોડી વારે સૂંઘવાથી હેડકી બંધ થાય છે.
શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
અડદ અને હિંગનું ચૂર્ણ દેવતા પર નાખી તેનો ધુમાડો મોંમાં લેવાથી હેડકી બંધ થાય છે.
નાળિયેરના છેડાને બાળી તેની રાખ મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે.
ગાજર પીસીને સૂંઘવાથી હેડકી બંધ થાય છે.
તુલસીનો રસ 10 ગ્રામ અને મધ 5 ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.
જીરું ખાવાથી હેડકી બંધ થાય છે.
આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.
જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી હેડકી બંધ થાય છે.
કાંદાના રસના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
દૂધમાં સૂંઠ ઉકાળીને તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
સરગવાના પાનનો પીવાથી હેડકી બંધ થાય છે.
હેડકીના રોગીને ઠંડી ચીજવસ્તુ, ફ્રીઝ-કોલ્ડ વસ્તુ, ઠંડા પીણા, વાસી કંઈ ન આપવું.
એકવાર ગરમ અને એકવાર ઠંડું દૂધ વારાફરતી મધ અને ખાંડ નાખેલું પીવા આપવું અને તેનાથી નસ્ય કરવું.
વિરેચન દ્રવ્યો યુક્ત ઘી પીવાથી તરત હેડકી બંધ થાય છે.
દશમૂળનો કવાથ, હિંગ્વાદી ચૂર્ણ આપવાથી હેડકી બંધ થાય છે.
આમળાના રસમાં મધ અને પીપરનું ચૂર્ણ નાખી ચાટવાથી હેડકી બંધ થાય છે.
મયુરપિચ્છ ભસ્મ જરાક જેટલી મધમાં ચાટવાથી હેડકીમાં રાહત થાય છે.
મોરના પીંછા અથવા લીંબુના છોતરા બાળીને બનાવેલી ભસ્મ પાણી સાથે લેવી.
બોરડીની છાલ અને લવિંગ વાટી મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
બીજોરું અને સાકર મધ કે ઘી સાથે ખાવાથી હેડકી બંધ થાય છે.
ખડસલીયાની ડુંડીનું ચૂર્ણ પાણીમાં વાટીને પીવાથી હેડકી બંધ થાય છે.
અશેળીયો પાણીમાં પલાળી પીવાથી હેડકી બંધ થાય છે.
અધેડાના રસમાં આદુ અને મધ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
નગડના બી અને પીપરના કાઢામાં શેકેલી હિંગ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
કાંકચીયા પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી હેડકીમાં રાહત થાય છે.
મોરપીંછના ચાંદલાની ભસ્મ તથા લીંડીપીપર મધમાં ચાટવાથી તાવ સંબંધી હેડકી ને ઉલટી મટે.
બીજોરાનો રસ, સિંધવ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
જેઠીમધનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી હેડકી બંધ થાય છે.
સરગવાનું મૂળ ગાયની છાશમાં ઘસી હિંગ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
આમળા, પીપર, સૂંઠનો કાઢો સાકર નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
ખીલ
તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કળા ડાઘ માટે છે.
રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સુઈ જવું, સવારના સાબુથી મો ધોવું. આ પ્રયોગથી ખીલ મટે છે.
નાળીયેરનું દૂધ કાળીજીરી સાથે મેળવી - લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
જાંબુના થાલીયાનો રસ પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
નારંગીની છાલ મો પર ઘસવાથી ખીલ મટે છે.
પાકા ટામેટાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.
ગરમ પાણીની તપેલી માં રૂમાલનો ટુકડો ભીંજવીને નીચોવી તેને મોઢા પર સાધારણ ગરમ હોય ત્યારે મુકવાથી ખીલ મટે છે.
મૂળાના પાનનો રસ મો પર ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
દુધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ પર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ મટે જડમૂળ થી માટી જશે.
ખુબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છુંદીને તેની માલીસ મોઢા પર કરવી. ૧૫-૨૦ મિનીટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણી થી ધોઈ નાખવું અને જળ ટુવાલ વડે મોઢાને સારી રીતે લુછીને જલ્દી કોપરેલ લગાવવું. એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલના ડાઘ મટે છે. મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે.
લોબાન, સુખડ અને આમળાનો પાવડર મોઢા પર ચોપડીને થોડા સુકાયા બાદ લીમડાના પાન નાખેલા પાણીથી ધોવાથી ખીલ મટે છે.
કાચી સોપારી અથવા જાયફળ પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
લીલા નાળીયેરનું પાણી રોજ પીવાથી અને થોડા પાણીમાં મો ધોવાથી ખીલ મટે છે.
છાસ વડે મો ધોવાથી ખીલના ડાઘા, મો પરની કાળાશ દુર થાય છે.
તીખો, ખારો, ખાટો, વાસી વિરુદ્ધ આહાર બંધ કરવો. પાણી લીલા શાકભાજી અને ફળ લેવાથી ખીલમાં રાહત થાય છે.
ત્રિફલા ચૂર્ણ એક એક ચમચી ત્રણ વાર હુફાળા પાણી સાથે લેવાથી ખીલ મટે છે.
રક્તશોધક દવા લેવી. જેમકે મંજીષ્ઠાદી કવાથ લેવાથી ખીલ મટે છે.
અર્જુન છાલ ચૂર્ણ અથવા જાયફળ પાણીમાં ઘસીને લેવાથી ખીલ મટે છે.
સાદો, ગરમ માપસર પથ્ય આહાર લેવાથી ખીલ મટે છે.
૫થરી
પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
જુનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
કાંદાના 20 ગ્રામ રસમાં 50 ગ્રામ ખાંડેલી મિસરી ભેળવીને ખાવાથી પથરી તૂટી જઈને મૂત્ર દ્વારા નીકળી જાય છે.
ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઇ પેશાબ વાતે નીકળી જાય છે.
બડી દૂધ ( દૂધેલી )નાં પાન પાંચ તોલા તથા મેંદીના પાન પાંચ તોલા લઇ બંનેને અલગ અલગ વાટી રસ કાઢવો ને બંને રસ કાંસાના વાસણમાં નાખી દોઢ તોલો ગોળ ઉમેરી ઉકાળવું, રસ ઠંડો થયા પછી બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ત્રણ દિવસ સુધી પીવો. પેશાબ લાલ આવે તો ગભરાવું નહીં. ત્રીજા દિવસે પથરી બારીક પાઉડર થઇ પેશાબ વાટે બહાર આવશે.
ગોખરુંનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી મટે છે.
મેદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે.
મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેની ભસ્મ બનાવી, ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.
કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી, એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
કળથીનો સૂપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરી ની પીડા માં રાહત થાય છે.
લીંબુના રસમાં સિંઘવ-મીઠું મેળવીને ઉભાં ઉભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
ગાયના દૂધની છાસમાં સિંઘવ-મીઠું નાખીને ઉભાં ઉભાં રોજ સવારે ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
મૂળાના પાનનો રસ કાઢી, તેમાં સુરોખાર નાખી, રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.
મૂળાના બી ચાર તોલા લઇ અર્ધો શેર પાણીમાં ઉકાળવા, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભૂકો થઇ જાય છે.
ત્રિફળા, ધાણા, ગોખરું, કમળકાકડીના બી, ગરમાળો અને ગળોના ઉકાળામાં મધ નાખી પીવાથી પથરી ઓગળી જાય છે.
શીતલપર્પટી જળ સાથે અલ્પમાત્રામાં લેવાથી પથરી ઓગળી જાય છે.
કુંવારનો રસ હળદર નાખીને પીવાથી પથરી ઓગળી જાય છે.
અધેડાના ફળ ગોળમાં ખાવાથી પથરી ઓગળી જાય છે.
કોળાના રસમાં જવખાર અને ગોળ નાખી પીવાથી પથરી ઓગળી જાય છે.
શિલાજીત, અરડૂસીના પાન, જવખાર, પાષાણભેદ, નગોડના પાન, એરંડીના મૂળ તો - 5-5 લઇ ચૂર્ણ કરી 14 ભાગ કરવા. રોજ એક ભાગ ઉકાળી તેમાં એરંડિયું તેલ તો - 2 નાખી 14 દિવસ સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.
વાયવરણાની છાલના ઉકાળામાં જવખાર નાખી પીવાથી પથરી ઓગળી જાય છે.
સાટોડીના મૂળિયાં તો - 2નો ક્વાથ જવખાર નાખીને પીવાથી પથરી ઓગળી જાય છે.
ગોખરું, પાષાણભેદ, વાયવરણાની છાલ, કાકડીના મીંજ, સુખડ, ચણકબાબનું ચૂર્ણ લેવાથી પથરી ઓગળી જાય છે.
Posted by સંદી૫ મોદી at 01:28 No comments:
Blog Archive
§
§
§
§
§
§
About Me
DIPLOMA IN CIVIL ENGG.
How do I know if I have a sinus infection? You may think that this question is rhetorical. In the modern world of medicine and its rapid progression see my website for further information.
ReplyDelete